દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્ર માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રાદેશિક ડાયરેક્ટરે સભ્ય દેશોમાં મંકીપોક્સનો સામનો કરવા જાગૃતતા વધારવા અને જન સ્વાસ્થ્ય સાથે જોડાયેલા પગલાને મજબૂત કરવાનું રવિવારે આહ્વાન કર્યુ. પ્રાદેશિક ડાયરેક્ટર ડો. પૂનમ ખેત્રપાલ સિંહે કહ્યુ કે મંકીપોક્સ ઝડપથી અન્ય દેશોમાં ફેલાય રહ્યો છે, જ્યાં તેને કેસ સામે આવ્યા નથી. આ એક મોટી ચિંતાનું કારણ છે.
તેમણે કહ્યું કે સંક્રમણના કેસ વધુ તે પુરૂષોમાં જોવા મળ્યા, જેણે પુરૂષો સાથે સંબંધ બનાવ્યા. તેવામાં તે વસ્તી પર કેન્દ્રીત પ્રયાસ કરી બીમારીને વધુ ફેલાવતા રોકી શકાય છે, જેને સંક્રમણનો ખતરો વધુ છે. વૈશ્વિક સ્તર પર 75 દેશોમાં મંકીપોક્સના 16000થી વધુ કેસ સામે આવ્યા છે. ડબ્લ્યૂએચઓ દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં, મંકીપોક્સના ચાર કેસ સામે આવ્યા છે, જેમાંથી ત્રણ ભારતમાં અને એક થાઈલેન્ડમાં મળ્યો છે. પ્રાદેશિક ડાયરેક્ટરે કહ્યું કે મહત્વપૂર્ણ વાત છે કે આપણા પ્રયાસ અને પગલા સંવેદનશીલ અને ભેદભાવ રહીત હોવા જોઈએ.