થરાદ પાસેથી પસાર થતા ભારતમાલા હાઇવે પર પીલુડા-મેસરા વચ્ચે બુધવારે કચ્છ બાજુથી આવતાં બાઇક ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઇક ડિવાઇડર સાથે અથડાયું હતું. જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું.જ્યારે અન્ય સવાર યુવકને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે થરાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
કચ્છ બાજુથી ત્રણ બાઇક લઇને યુવાનો રાજસ્થાન બાજુ વતનમાં જઇ રહ્યા હતા. ત્યારે થરાદના પીલુડા - મેસરા વચ્ચે ભારતમાલા હાઇવે પર બાઇક ચાલક રમેશભાઈ કલાભાઇ પ્રજાપતિ સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઇક ડીવાઇડરને અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને અન્ય સવારને ઇજાઓ થતાં 108 દ્વારા તાત્કાલિક સારવાર અર્થે થરાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
થરાદ પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને પી.એમ.અર્થે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.