શહેરાના રહીશ અને હાલ સુરત ખાતે રહેતા ભાનુપ્રસાદ કનુભાઈ પરમાર ઉ વ ૩૬ અને તેઓના ૦૭ વર્ષીય પુત્ર ધનેશ કુમાર સુરતથી શહેરા આવેલા અને હાલોલ તાલુકાના ઘનસરની મુવાડી ખાતે રહેતા સંબંધીની ખબર જોવા માટે બસમાં ગયા હતા. અને ત્યાંથી પરત પોતાના માસી સાસુના દીકરા દલસુખભાઈ વિઠલભાઈ મકવાણા ઉ.વ ૪૫ રે.પાદેડી ઘોઘંબા ની મોટરસાયકલ ઉપર આવતા હતા ત્યારે શનિવારે સાંજે મધવાસ ચોકડી પાસે મિક્સર મશીન ટોઈંગ કરી લઈ જતુ ક્રેન ચાલકે પોતાનો ક્રેન ગફરત ભરી હંકારી ક્રેનના પાછળના ભાગથી મોટરસાયકલને અડફેટે લેતા અકસ્માત થયો હતો. અને તમામ રોડ ઉપર પડ્યા હતા જેમાં મોટરસાયકલ ચાલક દલસુખભાઈ ને કમરના ભાગે પગના ભાગે અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. ધનેશકુમાર ને માથાના પાછળ ના ભાગે ,પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ભાનુપ્રસાદ ને બરડાના ભાગે,છાતીના ભાગે, હાથ પગના ભાગે , કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા જેથી ક્રેન ચાલક ક્રેન અને ટ્રોઈંગ કરેલ મશીન સ્થળ ઉપર મૂકી નાસી ગયો હતો.૧૦૮ મારફતે વડોદરા એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમ્યાન બન્ને ઈજાગ્રસ્ત પીતા પુત્ર નુ મોત નિપજ્યું હતુ. જે અંગેની ફરિયાદ મૃતકના ભાઈ દ્વારા કાલોલ પોલીસમાં સાથે નોંધાવતા પોલીસે ક્રેન ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ પી બી વાઘેલા દ્વારા શરૂ કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગૌચર જમીનનો વિવાદને લઈને અરજદારે આત્મવિલોપનની આપી ચીમકી
#buletinindia #gujarat #kutch
ছিপাঝাৰত ননৈ নদীৰ জলস্তৰ বৃদ্ধি। পুণৰ আহিল বান।
ঢেঁকীপাৰাৰ মথাউৰীৰ পূৰ্বে চিগা অংশৰে হোৰাহোৰে ওলাইছে পানী।
আকৌ প্লাৱিত হৈছে...
બોટાદ વિધાનસભા બેઠક નંબર 107 પર કોંગ્રેસ ભાજપ પક્ષનાં બન્ને ઉમેદવારો એ વિજ્ય વિશ્ર્વાસ વ્યક્ત કર્યો
બોટાદ વિધાનસભા બેઠક નંબર 107 પર કોંગ્રેસ ભાજપ પક્ષનાં બન્ને ઉમેદવારો એ વિજ્ય વિશ્ર્વાસ વ્યક્ત કર્યો
गिनीज वर्ल्ड रिकॉर्ड के लिए सोनारी में बिहु अखाड़ा
गिनीज वर्ल्ड रिकॉर्ड के लिए सोनारी में बिहु अखाड़ा।
गुवाहाटी में 14 अप्रैल को गिनीज वर्ल्ड...