રાજુલાના ભેરાઇ ગામે વિજયાદશમી નિમિતે શસ્ત્ર પૂજન કરાયું..

સમગ્ર રાજ્યભરમાં વિજયાદશમી નિમિતે શસ્ત્ર પૂજન કરવામાં આવતુ હોય છે. ત્યારે રાજુલા તાલુકાના ભેરાઇ ગામે ગ્રામ પંચાયત નજીક વિજયાદશમી નિમિતે ગ્રામજનો દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું હતું. અને પોતાના સ્વરક્ષણ માટે રાખતા હથિયારોનુ ગ્રામજનો દ્વારા પરંપરાગત શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતુ. અને વર્ષોથી ચાલતી પરંપરા મુજબ શસ્ત્ર પૂજન કરી વિજયાદશમીની ઉજવણી કરાઇ હતી. આ તકે સરપંચ વાલાભાઇ જી.રામ, ઉપસરપંચ રસિતભાઇ બાંભણીયા, શીવાભાઇ રામ, વાજુરભાઇ રામ, હાદાભાઇ રામ, રામભાઇ રામ, બાલુભાઇ એન.રામ, આતુભાઇ એન.રામ, બાબુભાઇ ડી.રામ, જેન્તીભાઇ ગઢાદરા તેમજ ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.