સુખી ડેમ માંથી પાણી છોડાતા નદીના પટમાં પાણીનો પ્રવાહ વધી જતા જનતા ડાયવર્ઝનનું કામ અટક્યું 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

          પાવીજેતપુર તાલુકાના સુખી ડેમમાંથી વરસાદના કારણે પાણી છોડવામાં આવતા ભારજ નદીના પટમાં પાણીનો પ્રવાહ વધી જતા જનતા ડાયવર્ઝન નું કામ અટકી જવા પામ્યુ છે. જોકે મોટા ભૂંગળા નાખી એક બે દિવસમાં ફરીથી જનતા ડાયવર્ઝન ની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. 

           પાવીજેતપુર તાલુકાના સિહોદ અને સિથોલના યુવાનો, આગેવાનો તથા પાવીજેતપુર વેપારી મંડળના સંયુક્ત પ્રયાસોથી પાવીજેતપુર નજીક તાજેતરમાં જ ધોવાઈ ગયેલ સરકારી ડાયવર્ઝન ના કારણે લોકોને પડતી હાલકીને ધ્યાનમાં રાખી જનતા ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું હતું. જ્યાં ત્રણ ફૂટ જેટલા પોહળા ભૂંગળાઓ નાખી કામગીરી ચાલતી હતી પરંતુ રવિવારની સાંજે વરસાદ પડવાના કારણે સુખી ડેમ ૯૯.૮૬ ટકા ભરાઈ જઈ ૧૪૭.૮૧ મીટર લેવલ થઈ જતાં એક દરવાજો ૦.૧૫ મીટર ખોલી ૫૨૨.૬૬ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભારજ નદીના પટમાં પાણીનો પ્રવાહ વધી જતા ૨૪ જેટલા નાખેલા ભૂંગળા ઓ ખેંચાવા લાગતા યુવાનો દ્વારા અગમચેતી વાપરી આ ભૂંગળાઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. હવે ડેમમાંથી પાણી બંધ કરવામાં આવે તેમજ આ ભૂંગળા કરતા થોડા મોટા ભૂંગળા નું આયોજન કરી વ્યવસ્થિત રીતે જનતા ડાયવર્ઝન ચાલે તે માટેનું શિહોદ, સિથોલના યુવાનો, આગેવાનો, સરપંચો તેમજ પાવીજેતપુર વેપારી મંડળના દ્વારા સંયુક્ત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 

         આમ, સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીના પટમાં પાણીનો પ્રવાહ વધતા હાલ જનતા ડાયવર્ઝન નું કામ અટક્યું છે. પરંતુ યુવાનો સતત એક્ટિવ હોઇ, મોટા ભૂંગળા ઓનું આયોજન કરી પાણી બંધ થાય એટલે જનતા ડાયવર્ઝનની કામગીરી કરવામાં આવનાર છે.