પાવીજેતપુર તાલુકાના એક ગામડામાં કિશોરે વૃક્ષ ઉપર ગળે ફાંસો ખાઈ કરેલી આત્મહત્યા 

           પાવીજેતપુર તાલુકાના એક ગામમાં ૧૬ વર્ષના કિશોરે અગમ્ય કારણોસર નદીના પટમાં જઈ આમલીના વૃક્ષ ઉપર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. 

          પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકામાં એક ગામના ૧૬ વર્ષનો કિશોર ૧૧ ઓક્ટોબરના રાત્રિના ૧૧:૦૦ વાગ્યાના આસપાસ નવરાત્રી જોવા માટે જવું છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો જ્યારે બીજે દિવસે ૧૨ ઓક્ટોબર ના રોજ બપોરના સમયે ખબર પડી હતી કે ગામની સીમમાં આવેલા નદીના પટમાં આમલીના વૃક્ષ ઉપર કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જે અંગે મૃતક ના ભાઈએ પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા, પાવીજેતપુર પોલીસ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.

        આમ, પાવીજેતપુર તાલુકાના એક ગામમાં ૧૬ વર્ષમાં કિશોર ને કંઈક લાગી આવતા નદીના પટમાં જઈ આમલીના વૃક્ષ ઉપર લટકી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. જેનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.