કાલોલ નગરમાં ગેરકાયદેસર રીતે રેતી ભરી જતું ટ્રેક્ટર સ્થાનિકોએ અટકાવી મામલતદારને સોંપી દીધુ 

રવિવારના રોજ બપોરના સુમારે કલોલ નગર મધ્યથી ગેરકાયદેસર રીતે રેતી ભરી જતું એક ટ્રેક્ટર સ્થાનિકોએ અટકાવી મામલતદાર કચેરીને જાણ કરતા મામલતદાર ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટ્રેક્ટર ચાલક પાસે રેતી ભરી જવાનું પાસ પરમીટ માગતા તેની પાસે કોઈ આધાર પાસ પરમિટ જોવા મળેલ નહીં. જેથી રેતી સહિતનું ટ્રેક્ટર મામલતદાર કચેરી ખાતે મુકાવી ખાણ ખનીજ વિભાગને જાણ કરી આગળની કાયદેસર કાર્યવાહી માટે જરૂરી પ્રક્રિયા મામલતદાર કચેરી દ્વારા હાથ ધરવામાં આવી છે