જાફરાબાદના નાગેશ્રી ગામે સગીરની હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડયો...
જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે ધટના બની હતી. મળતી માહીતી મુજબ નાગેશ્રી ગામે બારૈયા શેરી પહેલી પાટી વિસ્તારમાં રહેતા જીણાભાઇ ભગવાનભાઇ પરમારનો દિકરો જયદીપ પરમાર તથા જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામે રહેતા આરોપી અંકુશ ઉર્ફે હકો મનુભાઇ બાંભણીયાની બહેન આ બંને નાગેશ્રીમાં એસ.કે.વરૂ માઘ્યમીક શાળામાં ધોરણ-૧૨ માં સાથે અભ્યાસ કરતા હોય અને જીણાભાઇ જણાવેલ કે,ગત તા.૧૦ ના રોજ સવારના તેમના મરણજનાર દિકરા જયદીપના મોબાઇલ ફોનમાં આરોપી અંકુશની બહેનનો ફોન આવેલ અને તેના ઘરે બોલાવેલ હોય. જેથી જયદિપ બપોરના સમયે આરોપી અંકુશના ઘરે ગયેલ હતો. તે દરમ્યાન આરોપીના જીણાભાઇના દિકરા સાથે કોઇ અણબનાવ બનતા આરોપીએ જીણાભાઇના દિકરા જયદિપ પરમાર ઉ.વ. ૧૭ ના પેટના ભાગે મીઠાપુર ગામના અંકુશ ઉર્ફે હકો મનુભાઇ બાંભણીયા નામના શખ્સે છરીનો એક ઘા મારી દઇ ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી ગુન્હો કર્યાની નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થય હતી. જે અન્વયે નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર પી.વી. પલાસ તથા નાગેશ્રી પોલીસ સ્ટાફ ઘ્વારા નાગેશ્રી પોલીસ સ્ટેશનનાં બી.એન.એસ.-2023ની કલમ 103((1) તથા જીપી એકટ-135 મુજબના ગુન્હાનો આરોપી અંકુશ ઉર્ફે હકો મનુભાઈ બાંભણીયા (રહે. મીઠાપુર, તા. જાફરાબાદ) ગંભીર પ્રકારનો હત્યાનો ગુન્હો કરી નાસી ગયેલ હોય જેથી મજકુર આરોપીને બાતમી હકીકત આધારે ગણતરીની કલાકોમાં પકડી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીમાં સર્કલ પોલીસ ઇન્સપેકટર વી.એસ.પલાસ તથા નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર પી.વી.પલાસ તથા સ્ટાફગણ દ્વારા કરવામાં આવેલ છે..
 
  
  
  
   
   
  