શ્રી રવિદાસ ચેરીટેબલ ટ્રસ્ટ પરગણા-૫૬ ડાકોર દ્વારા

આયોજીત ,સંત રવિદાસ ભવન લોકાર્પણ-તેજસ્વી તારલા સન્માન સમારોહ કાર્યક્રમ યોજયો.

તા. ૬-૧૦-૨૦૨૪ (રવિવાર) સવારે 10.00 કલાકે રવિદાસ ભવન, માર્કેટ યાર્ડ, કપડવંજ રોડ, ભગવતી ગેસ એજન્સી સામે, ડાકોર ખાતે 

સ્વજનો , બંધુઓ , વડીલો યુવાનો માતા-બહેનો તથા દાતાશ્રીઓ સૌના અથાગ પરિશ્રમથી તેમજ પ્રમુખ શ્રી.મણીલાલ એલ વાળા વણોતી તેમજ મહામંત્રી શ્રી.વાલજીભાઈ બી પરમાર ગોળજ તેમજ કારોબારી ના અથાક પરિશ્રમથી તેમજ સૌના સક્રિય સહયોગ અને સખાવત નાં હો પરિણામથી યાત્રાધામ ડાકોરમાં આપણે પરગણા ૫૬ નું સૌથી શ્રેષ્ઠ સાહસ રવિદાસ ભવન ઉભું કર્યું છે . આ સંપત્તિ પરગણા 56 નું છત્ર છે. સાહસ છે... આ ભવન સમગ્ર ૬૩૬ સમાજ માટે ઉપયોગી છે.

નવ નિર્મિત સંત રવિદાસ ભવન લોકાર્પણ કાર્યક્રમ માનનીય ધારાસભ્યશ્રી.યોગેન્દ્રસિંહ પરમાર તથા મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવેલ સાથે સાથે તેજસ્વી તારલાઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો સમારોહ પણ રાખવામાં આવેલ હતો.જેમાં રોહિત સમાજમાંથી સાતસો વધું માણસો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

લોકાર્પણ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો જે બદલ ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું.