ચાણસ્માના રણાસણ ગામે તળાવ ઓવરફ્લો થતા પાણી ગામ તરફ વળ્યું.

સમગ્ર ગુજરાત રાજ્ય સહિત પાટણ જિલ્લાને પણ મેઘરાજાએ ઘમરોળયુ છે ત્યારે પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્મા ના રણાસણ ગામે આવેલ તળાવ ની અંદર પાણી ઓવરફ્લો થતાં પાણી ગામ તરફ વળી હોવાના વિડીયો સામે આવ્યા છે

મળતી વિગતો મુજબ ચાલી રહેલી ચોમાસાની ઋતુમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત પાટણ જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે ત્યારે આજ રોજ ચાણસ્માના રણાસણ ગામે રોડ પર આવેલ તળાવ ઓવરફ્લો થતા પાણી ગામ તરફ પણ વળવા લાગ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ઝીલીયા થી રણાસણ વાયા ચવેલી સહિત જૈન તીર્થ ગાભુ તરફ જવાનો મુખ્ય માર્ગ હોઇ રણાસણ ગામના લોકો દ્વારા તળાવ પાસે પુલ બનાવવા અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના બહેરા કાને અથડાવી પાછા આવતી હોય અત્યારે ચાલી રહેલી ચોમાસાની સિઝનમાં તળાવ ઓવરફ્લો થતાં વાહન ચાલકો સહિત રાહદારીઓમાં ભારે મુશ્કેલીઓનો સામનો વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે સત્વરે તંત્ર દ્વારા પુલ બનાવવામાં આવે તેવી લોક માગણી અને લાગણી સેવાઇ રહી છે.