ડીસા ના ઘાડા ગામે એક સાથે નીકળી ત્રણ અતિંમ યાત્રા ગામ માં માતમ

ધાનેરા. ધાનેરા તાલુકાના ખીમત ગામ નજીક આવેલ ઉમેદપુરપાટીયા પાસે ગઈકાલે રાત્રે ગોજારો અકસ્માત સર્જાયો હતો જેમાં ગરબા જોઈ બાઈક ઉપર પરત ઘરે જતા યુવકોને પૂર ઝડપે આવી રહેલ ફોર્ચયુનર કારે જોરદાર ટક્કર મારતા જેમાં ત્રણ યુવકોને ગંભીર ઈજાઓ થતા તેમના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા જ્યારે એક યુવક ઘાયલ થતાં તેને સારવાર હેઠળ ખસેડાયો છે 

આ અકસ્માતના બનવાની વિગત એવી છે કે ડીસા તાલુકા ના ઘાડા ગામ થી ગત રોજ મિત્રો સાથે 4 યુવાનો પોતાના મામા નાં ગામ મા એટલે કે ખિમત ગામે ગરબા જોવા માટે મોટર સાઇકલ પર ગયા હતા.જો કે ત્રણ યુવાનો માટે નવલા નોરતા ની ત્રીજી રાત છેલ્લી રાત હતી આ યુવકો ગરબા જોઈ પરત પોતાના ગામ ડીસા તાલુકાના ધાડા ગામે પરત બાઈક ઉપર જઈ રહ્યા હતા અને ધાનેરા થી પાંથાવાડા નેશનલ હાઇવે રોડ ખીમત ગામ થી થોડેક દૂર ઉમેદપુરા ના પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામે થી પૂર ઝડપે આવી રહેલ કાળ રૂપી ફોરચ્યુનર ગાડી ના ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ગાડીમાં ફસાઈ જતા એક યુવક રોડની સાઈડમાં ફેકાઈ ગયો હતો અને ત્રણ યુવકો ૨૦૦ મીટર સુધી ઘસેડાયા હતા જેથી આ ત્રણ યુવકોને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતુ જ્યારે એક યુવક ઘાયલ થયો હતો અકસ્માત સર્જ્યા બાદ ફોર્ચયુનર ગાડી નો ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માત સર્જાતા જ આસપાસ માંથી લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડી પોલીસને જાણ કરી હતી પોલીસે ત્રણેય યુવકોના મૃતદેને પીએમ માટે ખસેડી ગાડી ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે 

બોક્સ

અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકોના નામ

  

1. મહિપતસિંહ ભજૂસિંહ વાઘેલા રહે ધાડા તા ડીસા 

1.પંકજસિંહ ધારૂસિંહ વાઘેલા રહે ધાડા તા ડીસા 1.યોગેન્દ્રસિંહ વિજુસિંહ વાઘેલા જ્યારે ઇજાગ્રસ્ત દાદુસિગ વાઘેલા રહે ધાડા તા ડીસા 

બોક્સ

ગાડી ચાલક સામે નોંધાઈ ફરિયાદ

ધાનેરા તાલુકાના ખીમત નજીક સર્જાયેલા અકસ્માતમાં ત્રણ યુવકોના કમ કમાટી ભર્યા મોત નીપજા છે આ મામલે પોલીસે ગાડી ચાલક વાસુ ઉર્ફે ગુલાબસિહ વાઘેલા રહે રામનગર તાલુકો દાંતીવાડા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે

બોક્સ

ગાડીમાં દારૂની બોટલ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ 

ધાનેરા તાલુકાના ખીમત ગામ નજીક શનિવારની મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક પર જતા યુવકોને પૂર ઝડપે આવી રહેલ ફોર્ચ્યુનર કારના ચાલકે ટક્કર મારી હતી જેમાં ત્રણ યુવકોના મોત નીપજ્યા હતા અકસ્માત બાદ ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો જો કે સ્થાનિક લોકોએ ગાડી ચેક કરતા તેમાં દારૂની બોટલ હોવાથી તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થવા પામ્યો છે

બોક્સ

ગાડીને નંબર પ્લેટ ન હતી અને ગાડીમાંથી ત્રણ નંબર પ્લેટ મળી

ધાનેરા તાલુકાના ખીમત નજીક ફોર્ચ્યુનર ગાડી ના ચાલકે બાઈકને ટક્કર મારતા આકસ્માતમાં ત્રણ યુવકોના મોત નીપજ્યા હતા જોકે આ ગાડીને આગળ પાછળ નંબર પ્લેટ લાગેલી ન હતી જ્યારે પોલીસે ગાડીમાં તપાસ કરતા એક જ નંબરની ત્રણ નંબર પ્લેટ ગાડીની અંદરથી મળી આવી હતી જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે