ડીસામાં દક્ષિણ પોલીસ દ્વારા ગઈકાલે નવરાત્રી પર્વ નિમિત્તે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરના વિવિધ સર્કલો ઉપર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં નવરાત્રી પર્વ નિમિત્તે નશાનું વ્યસન કરીને ફરતા લોકોનું ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા ત્રણ જેટલા શખ્શો સામે પ
પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે
ડીસા શહેરમાં દક્ષિણ પોલીસ મથકના પીઆઇ કે બી દેસાઈ દ્વારા ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવે છે જેના પગલે અસામાજિક તત્વો અને ગુનેગારો કોઈપણ ગુનાને અંજામ આપતા પહેલા માત્ર દેસાઈ પી આઇ ના નામથી ધ્રુજી જાય છે ત્યારે હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે જેના લીધે રાત્રિ દરમિયાન કોઇપણ અનિચ્છનીય ઘટના ન બને અને માં અંબાના નવલા નોરતા માં લોકો મન મૂકીને માં અંબા ની આરાધના કરી મોડી રાત સુધી ગરબે ઘુમે તે માટે દક્ષિણ ઉત્તર અને તાલુકા પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ગઈકાલે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પી.આઈ કે બી દેસાઈ અને તેમની સમગ્ર ટીમ દ્વારા શહેરના ફુવારા સર્કલ બગીચા સર્કલ રાજમંદિર સર્કલ શુભમ પાર્ટી પ્લોટ રેલવે સ્ટેશન ચાર રસ્તા એસીડબલ્યુ ચાર રસ્તા સહિતના વિવિધ વિસ્તારોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દારૂ પીને વાહન ચલાવતા લોકો અને નશા નું વ્યસન કરીને ફરતા લોકોનું કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા એક શખ્સને દારૂ પીને વાહન ચલાવતા ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે અન્ય બે જણા સામે પણ દારૂ પીધેલા નો કેસ કરવામાં આવ્યો હતો. પોલીસની આ કડક કાર્યવાહીથી નશાનું વ્યસન કરીને નવરાત્રીમાં ફરતા તત્વોમાં ફફડાટ આપી ગયો છે
ત્રણ શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે પીઆઇ
આ અંગે ડીસા દક્ષિણ પોલીસ મથકના પીઆઇ કે બી દેસાઈએ રખેવાળ સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે નવરાત્રી પર્વ દરમિયાન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે અને ખાસ ચેકિંગ પણ કરવામાં આવે છે ત્યારે ગઈકાલે ત્રણ શખ્સો સામે પ્રોહિબિશન. એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવી છે અને આ ચેકિંગ ઝુંબેશ સતત નવરાત્રી દરમિયાન ચાલુ રહેશે