e - KYC એટલે રેશનકાર્ડ ધારક કુટુંબના તમામ સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ.

રેશનકાર્ડ ધારક ૩(ત્રણ) રીતે e-KYC કરાવી શકે છે.

ઘરે બેઠા "My Ration" Mobile Application થી કુટુંબના તમામ સભ્યોનું e - KYC થઈ શકે છે.

ગ્રામ્ય સ્તરે ઈ-ગ્રામ કેન્દ્રમાં V.C.E મારફત.•

 તાલુકા કક્ષાએ તથા શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરીમાં, મહાનગર પાલિકામાં પુરવઠા વિભાગની ઝોનલ કચેરીમાં રૂબરૂમાં જઈને.

e-KYC માટે રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર અને આધાર નંબરની માત્ર વિગતો જ આપવાની રહે છે.

કોઈ દસ્તાવેજની ઝેરોક્ષ કોપી આપવાની જરૂર નથી.

e-KYC કરાવવા માટે બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેતી નથી.

રેશનકાર્ડધારકે પોતાની કોઈપણ ખાનગી માહિતી અન્ય ત્રાહિત વ્યક્તિને આપવી નહીં