સ્ટેટ મોનિટરિંગ સેલના પી.એસ.આઇ શર્મા પોલીસ સ્ટાફ સાથે ગોધરા પંચમહાલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને બાષ્પી મળેલ કે સફેદ કલરની હુંડાઇ કાર જીજે ૦૬ ઈએલ ૧૦૭૩ મા વિદેશી ભરેલો જથ્થો ગોધરા થઈ વેજલપુર થઈ વડોદરા તરફ લઈ જનાર છે. જે આધારે વોચ ગોઠવતા બાતમી મુજબની કાર ખડકી ટોલનાકા પાસે આવતા તેને રોકી તપાસ કરતા બે ઈસમો બેઠેલા જોવા મળેલા કારના પાછળના ભાગમાં બોક્સ ઉપર ઢાંકેલું કાળું કપડું હટાવતા વિદેશી દારૂના જથ્થો જોવા મળેલ. દારૂની જુદી જુદી બોટલ જેની કુલ સંખ્યા ૧,૨૨૧ જેની કિંમત રૂ ૧,૬૧,૭૦૦/ કારમાં બેઠેલા બંને ઈસમોના મોબાઇલ રૂ ૨૦,૦૦૦/ તેઓની અંગ જડતી માંથી રૂ ૩,૭૫૦/ કારની કિંમત રૂ ૫,૦૦,૦૦૦/ કુલ મળી રૂ ૬,૮૫,૪૫૦/ નો મુદ્દામાલ કબજે કરી કારચાલક રામલાલ શિવલાલ ડાંગી તેમજ તેની સાથે બેસેલ કૈલાશ ખરતા રામ ડાંગી ની પૂછપરછ કરતા આદતો પ્રતાપનગર ઉદેપુરના ક્રિષ્નાભાઈ પટેલ ઉર્ફે રાહુલભાઈએ મોકલી આપ્યો છે અને જથ્થો ભરેલ ફોરવીલ કાર સિમલવાડા ખાતે રાજુભાઈ મીના તેઓને આપી ગયા છે તેમજ વડોદરા ખાતે આ જથ્થો પીન્ટુભાઇ કુલકર્ણીને આપવાનો છે વધુમાં દરેક ટ્રીપ દીઠ ક્રિષ્ણાભાઈ પાસેથી તેઓને રૂ ૨,૦૦૦/ મળતા હતા તેવી માહિતી આધારે પોલીસે બંને પકડાયેલ ઈસમો અને કાર માલિક સહિત છ સામે વેજલપુર પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે પોલીસે ઈ ગુજ કોપ મારફતે હુંડાઈ કાર નો એન્જિન નંબર અને ચેચીસ નંબર સર્ચ કરતા ગાડી ઉપર લગાવેલ નંબર પ્લેટ ખોટી હોવાનું જણાઈ આવ્યુ હતુ