કાલોલ કોલેજ દ્વારા સ્વચ્છતા હી સેવા વિષય અંતર્ગત એન એસ. એસ. વન ડે કેમ્પ યોજાયો. એમ.એમ ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાલોલ એનએસએસ યુનિટ દ્વારા સ્વચ્છતા હી સેવા વિષય અંતર્ગત એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે દત્તક ગામ તરીકે મોટી શામળદેવી પસંદ કરવામાં આવી. મોટી શામળદેવી પ્રાથમિક માધ્યમિક શાળા ના આચાર્યપટેલ પારુલબેન, શિક્ષક ગણ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એનએસએસ કોર્ડીનેટર પ્રોફેસર મયંકભાઈ શાહ, સહ કોર્ડીનેટર ડૉકટર. સંજયભાઈ જોશી, ડોક્ટર. જયેશભાઇ વાઘેલા, પ્રોગ્રામ ઓફિસર ડૉકટર. હરેશભાઈ સુથાર, સિનિયર પ્રોફેસર આઈ પી મેકવાન, ડો.આર આર પટેલ, ડૉ. જે.બી.પરમાર, ડો.અર્જુનભાઈ ગઢવી, ધુવાબેન સુથાર, સુમિત્રાબેન ગઢવી ઉપસ્થિત રહી શિબિરને સફળ બનાવવા સુકાન સંભાળ્યું હતું. દિવસ દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી જેમાં પ્રાર્થના સભા શાળાના બાળકો સાથે કોલેજના વિદ્યાર્થીઓ સાથે મળીને પ્રાર્થના સભાનો કાર્યક્રમ રચાયો જેમાં કોલેજના સ્વયંસેવકોને તેમનો ભૂતકાળ યાદ આવી ગયો. ડૉ. સંજયભાઈ જોષી જેઓએ પ્રાથમિક સારવાર ની સિદ્ધાંતિક તેમજ પ્રાયોગિક તાલીમ આપીને સ્વયંસેવકોને સજ્જ કર્યા હતા. ખૂબ જ મોટી સંખ્યામાં સ્વયંસેવક ભાઈઓ બહેનો દ્વારા સ્વચ્છતા હી સેવા વિષય અંતર્ગત સમગ્ર ગામમાં રેલી દ્વારા જાગૃતિલક્ષી પ્રવૃત્તિ કરવામાં આવી. શાળાના કુલ 130 બાળકો માટે વિવિધ રમતો રમાડવામાં આવી જેમાં એકાગ્રતા માટે મોતી દોરાની રમત, ચિત્ર સ્પર્ધા, પથારો અને ગુંમર રમતો યોજાઈ. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલના બાળકો શિક્ષણ આપવામાં આવ્યું. વિજેતા વિદ્યાર્થી ભાઈ બહેનોને વિવિધ ઇનામ આપી સન્માનિત કરાયા તદુપરાંત તમામ બાળકોને નોટબુક,પેન,પેન્સિલ,રબર,સંચો તેમજ બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં એનએસએસ યુનિટમાં અગાઉ જોડાયેલા હતા તેવા સ્વયંસેવકો હાલ વર્તમાન સમયમાં જોડાયેલા છે તેવા સ્વયંસેવકોનો ઉત્સાહ અનેરો રહ્યો હતો. એનએસએસ સલાહકાર સમિતિના સભ્ય ડો .અજયભાઈ સોનીએ શુભેચ્છાઓ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. કિશોરભાઈ વ્યાસ ના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર ડૉ. હરેશભાઈ સુથાર દ્વારા સંચાલન કરવામાં આવ્યું. એનએસએસ લીડર તરીકે રાઠોડ જીગર તેમજ પારેખ ધારા ની કામગીરી સરાહનીય રહી હતી.સમગ્ર ગામમાં આનંદનો ઉત્સાહ ફેલાઈ ગયો હતો પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને કોલેજના સ્વયંસેવકો એકમેક બની ગયા હતા. સાંજના સમયે વિદાય સ્કૂલના તમામ વિદ્યાર્થીઓના આંખમાં વિદાયના આંસુ આવી ચૂક્યા હતા.તમામ ના સહયોગથી આ કેમ્પ ને સફળ બનાવ્યો હતો .