“સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના દરેક તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા “સફાઈ મિત્ર સુરક્ષા શિબિર (અંત્યોદય દિવસ)“નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા મિત્ર એવા સફાઈ કર્મયોગીઓ, સફાઈ વાહકોની સુરક્ષા અને આરોગ્યની દરકાર લઈ સફાઈ કર્મીઓ માટે મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા દરેક સફાઈ કર્મચારીઓનું આરોગ્યલક્ષી મેડીકલ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં સાયલા તાલુકામાં યોજાયેલ “સફાઈ મિત્ર સુરક્ષા શિબિર”માં ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા, કલેકટર શ્રી કે. સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્ના, પ્રાંત અધિકારી શ્રી કુલદીપ દેસાઈ સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં શ્રમયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.