ગુજરાત રાજયમાં પાછલા કેટલાક વર્ષોથી કોંગ્રેસ સત્તા વિહોણી રહી છે તેમાંય કાલોલ ૧૨૭ વિધાનસભામાં છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસની કફોડી હાલત છે ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે તેવામાં કોગ્રેસ પાર્ટીએ નવી નિમણૂકમાં યુવાઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જેમાં કાલોલ આજ રોજ કાલોલ તાલુકાના દેલોલ ગામના વતની સંજયસિંહ ગોવિંદસિંહ રાઠોડ કે જેઓ ગત૨૦૨૦-૨૧માં તાલુકા પંચાયતની ચુંટણીમાં દેલોલ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા જેમાં તેઓ ભાજપ ના ઉમેદવાર સામે હાર થઇ હતી જોકે આજ રોજ કાલોલ યુવા પ્રમુખ તરીકે નિમણૂક થતાં સમર્થકોએ અભિનંદન પાઠવ્યા હતા