પાવીજેતપુરમાં આધારકાર્ડ અને રેશનકાર્ડ સુધારણાંમાં વહીવટી ધીમાશ થતા તાળા બંધીની કોંગ્રેસની ચીમકી

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

         પાવીજેતપુરમાં આધારકાર્ડ અને રેશનકાર્ડ સુધારણાંમાં વહીવટી ધીમાશ થતા કોંગ્રેસે આવેદનપત્ર આપી કોંગ્રેસે તાળા બંધીની ચીમકી ઉચ્ચારી છે.

            પાવીજેતપુરમાં છેલ્લા એક અઠવાડિયાથી આધારકાર્ડ અને રેશનકાર્ડમાં KYC (કેવાયસી) કરાવવાની પ્રક્રિયા ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે. હજારો લોકો રોજિંદુ કામકાજ બગાડી ને સેવાસદનમાં ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમની સમસ્યાઓ ઉકેલાતી નથી. આધારકાર્ડમાં સુધારાઓ કરવા માટે જરૂરી વ્યવસ્થા ન હોવાને કારણે લોકો રજડી રહ્યા છે, અને રેશનકાર્ડની KYC પ્રક્રિયા પણ ઘણી ધીમી ગતિએ આગળ વધી રહી છે. સ્થાનિક નાગરિકોએ આ પ્રક્રિયાને લઈને ગંભીર નારાજગી વ્યક્ત કરી છે, કારણ કે કામકાજ બગાડી ને સમય અને પૈસાનો વ્યય હોવા છતા, હજુ સુધી તેંને તેમના દસ્તાવેજોમાં જરૂરી સુધારાઓ મળતા નથી. આ સ્થિતિએ લોકોની મજબૂરીથી નારાજગીને વધુ વેગ મળી રહ્યો છે. 

          આ પ્રસંગે કોંગ્રેસે પણ અવાજ ઉઠાવ્યો છે. કોંગ્રેસના પ્રતિનિધિએ આવેદનપત્ર આપી નમ્ર વિનંતી કરી છે કે લોકોની મુશ્કેલીને દુર કરવા અને જરૂરી દસ્તાવેજ સુધારણાની પ્રક્રિયા ઝડપથી સંપન્ન કરવા કીટોની સંખ્યા તેમજ ઓપરેટર્સની સંખ્યા વધારવામાં આવે અને કોંગ્રેસે પ્રશાસનને ચીમકી આપી છે કે જો આગામી બુધવાર, ૦૧/૧૦/૨૦૨૪ સુધીમાં પર્યાપ્ત પગલાં ના લેવાય તો, લોકોની મુશ્કેલીઓ દૂર કરવા કાયદેસર વિરોધ તેમજ ગાંધીવાદી રીત દ્વારા આંદોલન કરવામાં આવશે. જેમાં તેમને ઓફિસ તાળાબંધી કરવાની પણ ફરજ પડશે. તો તંત્ર આ અંગે યુદ્ધના ધોરણે ઘટતું કરે તે જરૂરી છે.