ગુજરાતમાં 4 દિવસ પહેલાં સુરતના કીમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના ગંભીર પ્રયાસનો પર્દાફાશ થયો હતો. ત્યારે આજે ફરી એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. બોટાદના કુંડલી ગામ નજીક રેલવે ટ્રેક પર કોઈએ મોડી રાત્રીના રેલવે ટ્રેક પર 4 ફૂટ ઊંચા લોખંડના પાટાનો ટુકડો ઊભો કરી દીધો હતો. જેના કારણે બોટાદના કુંડલી ગામ નજીક રેલવે ટ્રેક પર મોડી રાત્રીના ઓખાથી ભાવનગર જતી ટ્રેનનું એન્જિન બંધ થયું હતું. જોકે આ દુર્ઘટનામાં ટ્રેન સહીસલામત રીતે રેલવે ટ્રેક પર ઊભી રહી જતા હજારો જીવ બચ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાને લઈને રેલવે બોટાદ એસપી, ડીવાયએસપી, રેલવે અધિકારીઓ, રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.ચારેક ફૂટ લંબાઈનો જૂનો પાટાનો ટુકડો ઊભો કર્યો આ ઘટના અંગે બોટાદ જિલ્લા SP કે.એફ. બરોડિયાએ જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લાના રામપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી 2 કિલોમીટરના અંતરે વહેલી સવારે પેસેન્જર ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર ટ્રેન જતી હતી ત્યારે કોઈએ રેલવે ટ્રેકની વચ્ચે આશરે ચારેક ફૂટ લંબાઈનો જૂનો પાટાનો ટુકડો ઊભો કરી દીધો હતો. જેના લીધે ઓખા-ભાવનગર ટ્રેનનું એન્જિન અથડાતાં ટ્રેન ઊભી રહી ગઈ હતી. ત્યાર બાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા રાણપુર પોલીસને જાણ કરતા હાલ LCB, SOG સહિતની ટીમે આ અંગે તપાસ હાથ ધરી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं