કાલોલ શ્રી ભગીની સેવા મંડળ દ્વારા આયોજીત ફ્રી મેડિકલ ચેકઅપ અને રાહતદરે લેબોરેટરી દવા વિતરણ કેમ્પમાં ૧૧૭ દરદીઓએ લાભ લીધો હતો.

આજરોજ કાલોલ શહેર સ્થિત શ્રી ભગીની સેવા મંડળ દ્વારા આયોજીત ફ્રી મેડિકલ ચેકઅપ અને રાહતદરે લેબોરેટરી તથા દવા વિતરણ કેમ્પનું આયોજન શ્રી ભગીની સેવા મંડળ સંચાલિત શાળા ખાતે અનુભવી વડોદરાના નામી ડોકટર શૈશવ શાહ સહિત તેમની ટીમ ની ઉપસ્થિતિ વચ્ચે ફ્રી મેડિકલ ચેકઅપ અને રાહતદરે લેબોરેટરી તથા દવા વિતરણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ અને રાહતદરે લેબોરેટરી તથા દવા વિતરણ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો જેમાં શ્રી ભગીની સેવા મંડળના પ્રમુખ અંજનાબેન મહેતા સાથે મંત્રી દિપ્તીબેન પરીખ સહિત મંડળના હોદ્દેદારો સભ્યો અને શાળા પરિવાર સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા