આજે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિ છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે તેમની સમાધિ સ્થાન ‘સદૈવ અટલ’ પર પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ તમામ નેતાઓ ઉપરાંત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. હાલમાં મોટા નેતાઓના આવવાની પ્રક્રિયા ચાલુ છે. તમને જણાવી દઈએ કે 16 ઓગસ્ટ 2018ના રોજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 93 વર્ષની વયે અવસાન થયું હતું.
ભારતીય જનતા પાર્ટીએ ટ્વિટ કરીને લખ્યું છે કે અમારી પાર્ટીના પિતા, કરોડો કાર્યકરોના માર્ગદર્શક અને અમારા પ્રેરણા સ્ત્રોત, પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન, આદરણીય અટલ બિહારી વાજપેયીજીને તેમની પુણ્યતિથિ પર હાર્દિક શ્રદ્ધાંજલિ.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની દત્તક પુત્રી નમિતા કૌલ ભટ્ટાચાર્યએ આજે તેમની પુણ્યતિથિ પર ‘સદૈવ અટલ’ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.