ખાંભા તાલુકાના દલડી ગામે સામાન્ય પરિવારમાંથી આવતી રિંકલ નાનપણ થી ગાવાનો શોખ ધરાવતી. હાલ લગ્નગીતો,લોકગીત,સંતવાણીનું દુનિયામાં નાની ઉંમરમાં એક મોટું નામ બનાવ્યું છે.હાલ સ્ટેજ પ્રોગ્રામમાં પણ સારું નામ ધરાવે છે. જે.એન.મહેતા હાઇસ્કુલ ખાંભામાં ધો .૧૧ માં અભ્યાસ કરે છે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉ.મા.વિભાગમાં ગાયન સ્પર્ધા અમરેલી ખાતે યોજાયેલ કલા-મહોત્સવ ૨૦૨૨ની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ઉ.મા.વિભાગમાં ગાયન સ્પર્ધા જિલ્લા કક્ષા પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી પરમાર રીંકલ મનસુખભાઇને શાળાનું તેમજ ખાંભા તાલુકાનું ગૌરવ અને સમસ્ત કોળી સમાજનું ગૌરવ વધારવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે હવે તેવો રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.તેવો રાજ્ય કક્ષાએ પણ સફળતા મેળવે તેવી ખાંભા પત્રકાર એકતા પરિષદ પ્રમુખશ્રી હસમુખભાઈ શિયાળ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.