ભાભર તાલુકાના મીઠા ગામનો બલોચ પરિવાર સ્કોર્પીયો લઈને સોમવારે કચ્છમાં સબંધીને મળવા જઈ રહ્યો હતો. ત્યારે ભચાઉ નજીક સ્કોર્પીયોનું ટાયર ફાટતાં ટ્રક સાથે ટકરાતાં પરિવારની ત્રણ મહિલાઓના મોત નિપજ્યા હતા. જ્યારે બે વ્યકિતઓ ઘાયલ થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ભાભર તાલુકાના મીઠા ગામના દોલતખાન બલોચ પરિવાર સાથે સ્કોર્પિયો નંબર જીજે- 15- સીકે -9555 લઈને સોમવારે કચ્છમાં સબંધીને મળવા જઈ રહ્યા હતા. ત્યારે ભચાઉ હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સ્કોર્પિયોનું ટાયર અચાનક ફાટી જતાં ચાલકે કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાતાં સ્કોર્પીયોનું બીજું ટાયર ફાટતાં પલટી ખાઈને કે સાથે ધડાકાભેર આગળ ઊભેલી ટ્રક અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે સ્કોર્પિયોનો ખુરદો બોલી ગયો હતો. જેમાં સ્થળ ઉપર જ બે મહિલાઓને કમકમાટીભર્યા મોત નિપજયા હતા.

 જ્યારે દોલતખાન બલોચ સહિત બે વ્યકિતઓને ઈજાઓ પહોંચી હતી. જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં તેમની ભાણી ધોરણ સાતમાં અભ્યાસ કરતી જન્નત અસ્લમ બલોચ નામની માસુમ બાળકીનો આબાદ બચાવ થયો હતો.

કમનસીબ મૃતકો

(1) નુરજહાબાઈ કાયમખાન બલોચ (ઉં.વ.43)

 (2)હમીદાબાનું દોલતખાન બલોચ (ઉં.વ.46) 

(3) રસિદાબાનુ ઈલિયાસખાન બલોચ (ઉ.વ.24)

ઇજાગ્રસ્તો

(1) શબાના આયમખાન બલોચ

(2) શ્રેયાબેન અશરફખાન બલોચ