અમદાવાદ 

સુભાષબ્રિજ આરટીઓએ 200 સ્કૂલ બસોનું ચેકિંગ કરીને 30 બસોને નોટિસ ફટકારી છે. છેલ્લાં 15 દિવસથી સ્કૂલોમાં જઇને બસોનું ચેકિંગ હાથ ધરાયું હતું. આમાંથી ફિટનેસ, પરમિટ અને ટેક્સની રકમ બાકી હોય તેવી 30 બસોને દંડ સાથેની રકમ ભરી દેવા નોટિસ ફટકારવામાં આવી છે.
કોરોનાના લીધે છેલ્લા બે વર્ષથી સ્કૂલ બસોનુું ચેકિંગ કરવામાં આવતું ન હતું, હવે સ્કૂલો શરૂ થતાં જુલાઇથી બસોનું ચેકિંગ હાથ ધરાયું છે. સુભાષબ્રિજ આરટીઓએ પોતાના વિસ્તારોની સ્કૂલોમાં જઇને સ્કૂલ બસોનું ચેકિંગ કર્યું છે. આરટીઓ અધિકારીઓએ કહ્યું કે, અંદાજિત 500થી વધુ બસો છે. હાલ ચેકિંગ ચાલુ છે, અત્યાર સુધીમાં પુરાવા નહીં હોવાના લીધે 30 બસો પાસેથી બે લાખની રકમ વસૂલાઇ છે. હજી વધુ બે લાખની રકમ વસૂલાશે. પ્રતિવર્ષ સ્કૂલ બસોનું ચેકિંગ કરાય છે. કોરોના લીધે બંધ હોવા છતાં મોટાભાગની સ્કૂલ બસો પાસે પૂરતા પુરાવા હતાં.