કાલોલ તાલુકાના વેજલપુર ખાતે વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઘણા દિવસોથી જોવા મળી રહી છે. ગંદકીના કારણે સ્થાનિક લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે જેના અનુસંધાને નગરજનોએ એકત્રિત થઈ લેખિત આવેદનપત્ર તૈયાર કરી પોતાની સહીઓ કરી તલાટી કમ મંત્રીની ઓફિસે આજરોજ રૂબરૂ આપવા માટે ગયા હતા ત્યારે તલાટી કમ મંત્રીની ઓફિસ ખુલ્લી જોવા મળી હતી પરંતુ તેઓ હાજર મળ્યા ન હતા. મળતી માહિતી મુજબ તલાટી કમ મંત્રી લોક ટોળા જોઈને ઓફીસ છોડી ક્યાંક ચાલ્યા ગયા હતા.જેના પરિણામે નગરજનોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને હાજર રહેલા નગરજનો દ્વારા તલાટીના નામની હાય બોલાવી હતી. "ભ્રષ્ટાચાર બંધ કરો, કોમવાદ બંધ કરો, હમારી માંગે પુરી કરો" તેવા નારા લગાવ્યા હતા તેના અલગ અલગ ત્રણ વિડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે.