ડીસા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 'સ્વચ્છતા હી સેવા' (SHS) ઝુંબેશ રેલી યોજાઇ..

ડીસા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. જેમાં પ્રથમ દીને રેલી યોજી સ્વચ્છતા અંગેનો જાગૃતિ સંદેશ નગરજનોને આપવામાં આવ્યો હતો.

સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત, ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ડીસામાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત આ વર્ષે SHS (સ્વચ્છતા હિ સેવા) ઝુંબેશ અંતર્ગત તારીખ 17.09.2024 થી 01.10.2024 સુધી "સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા" અને 2 જી ઓક્ટોબર 2024 ના રોજ “સ્વચ્છ ભારત દિવસ” મનાવવામાં આવશે, ત્યારે તારીખ 17/09/2024 ના રોજ "સ્વચ્છતા હી સેવા" ઝુંબેશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, કોલેજના આચાર્ય પ્રો. રાજુભાઈ રબારી સાહેબના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડો. મિતલ એન. વેકરીયાએ રેલી કોલેજમાંથી પ્રસ્થાન કરાવી હતી..

રેલી દરમિયાન સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અતંર્ગત નારા બોલાવી સમાજમાં સિંગલ - યુઝ પ્લાસ્ટિકના સંગ્રહ અને નિકાલ માટેની વિશેષ ઝુંબેશ તેમજ બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, બજાર સ્થળો, કચરાના ઢગલા અને નાળા, હેરિટેજ સ્થળો, ધાર્મિક સ્થળો, અમૃત સરોવર, સાર્વજનિક બગીચો, શહીદ સ્થળો વગેરે જાહેર સ્થળોએ સફાઈ પ્રવૃત્તિઓ, સ્વચ્છતા જાળવવા અંગે સોશિયલ મીડિયા જાગૃતિ અભિયાન તેમજ સ્વચ્છતાના મહત્વ અંગે જાગૃતિ રેલી યોજી જાગૃતિ ફેલાવી હતી..

આ રેલીમાં ડૉ. તૃપ્તિ સી. પટેલ અને પ્રો. દિવ્યા જી. પિલ્લઈ, પ્રો. પ્રીતુ વસાવા, પ્રો. નવનીત રાણા પ્રો. અવિનાશ ચૌધરી તેમજ સ્ટાફ મિત્રો સાથે NSS સ્વયંસેવકો જોડાયા હતા..