ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તેનો અમલ કરવામાં નહિ આવતા તેના માઠા પરિણામો સામે આવી રહયા છે અને બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દેશી દારૂ પી લેતા 8 લોકોનાં મોત થઈ ગયા છે અને 5થી વધુ લોકોની હાલત ગંભીર થઈ જતા દારૂબંધીની પોલ ખુલી થઈ ગઈ છે અને હવે પોલીસે દોડાદોડ કરી મૂકી છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે.
દારૂ પી ગયેલા કેટલાકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે.
પોલીસે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DYSPની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
લોકોએ નભોઈ ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
બોટાદ એસપી-ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે.
ચોંકાવનારી વાત તો એ છે કે ગ્રામજનોએ ગામમાં દારૂબંધી કરાવવા માટે પંચાયતને પત્ર લખી રજૂઆત પણ કરી હતી પરંતુ કોઈ એક્શન નહિ લેવાતા દેશી દારૂ પીતા આઠના મોત થઈ ગયા છે અને અન્ય મોત સામે ઝઝૂમી રહયા છે.