શક્તિપીઠ અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો અંબાજી દર્શનાર્થે આવતા હોય છે. અંબાજી નજીક ગબ્બર ખાતે અનેક ભક્તો દર્શનાર્થે પહોંચી રહ્યા છે.જ્યારે ગબ્બર ખાતે આવતા ભક્તોનો ઉત્સાહ વર્ધન કરતા અને ભક્તોનો થાક ઉતારે તેવી રીતે ભક્તોની સાથે ભક્તિમાં લીન થઈ ભક્તોની ભક્તિ સાથે જોડાઈ ભક્તિ કરતા પોલીસ કર્મીનો વિડીયો થયો વાયરલ. ચોક્કસથી કહી શકાય કે મોટી સંખ્યામાં ભક્તો ગબ્બર ખાતે આવી રહ્યા છે.જ્યારે ગબ્બર ખાતે ચાલી રહેલા એક ગીત ઉપર ભક્તોની સાથે નૃત્ય કરતા પોલીસ કર્મીને જોઈ ભક્તોમાં એક અલગ આનંદની લાગણી જોવા મળી હતી.

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી