ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો હતો.મળતી જાણકારી અનુસાર, અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો છે. આવતીકાલથી નવો ભાવ વધારો લાગુ થશે.ગુજરાત સહિત દિલ્હી એનસીઆર, મુંબઇ, પશ્વિમ બંગાળમાં આવતીકાલથી ભાવ વધારો લાગુ થશે. 500 મીલી અમૂલ ગોલ્ડનો નવો ભાવ 31, 500 મીલી અમૂલ તાજાનો નવો ભાવ 25 રૂપિયા અને 500 મીલી અમૂલ શક્તિનો નવો ભાવ 28 રૂપિયા થશે. ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે ભાવ વધારો લાગુ કરાયો છે.

છૂટક ફુગાવો ઘટ્યા બાદ WPI આધારિત ફુગાવાનો દર પણ નીચે આવ્યો છે. જુલાઈ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 13.93 ટકા પર આવી ગયો છે. જ્યારે જૂનમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 15.18 ટકા પર આવી ગયો હતો. જ્યારે મે 2022માં જથ્થાબંધ ફુગાવો 15.88 ટકાના સ્તરે હતો. જથ્થાબંધ મોંઘવારી દર પાંચ મહિનામાં સૌથી નીચા સ્તરે છે.

વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ખનિજ તેલના ભાવમાં વધારો, ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો, મોંઘા ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, મૂળભૂત ધાતુઓ, રસાયણો અને રસાયણોના ઉત્પાદનોના કારણે જથ્થાબંધ મોંઘવારી દરમાં ઉછાળો આવ્યો છે.