પાલનપુર તાલુકાના વેડંચા ગામે શખ્સે યુવતીને બળજબરી પૂર્વક પ્રેમ સબંધ બાંધવાનું દબાણ કરી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ અન્ય શખ્સે તેમાં મદદગારી કરી હતી. આ અંગે યુવતીએ બંને સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પાલનપુર તાલુકાના વેડંચા ગામે રહેતી યુવતી શુક્રવારે સવારે દૂધ મંડળીમાં દૂધ ભરાવવા જતી હતી. ત્યારે ગામનો અનીલભાઇ જેઠાભાઇ પરમારે એકલતાનો લાભ લઇ તુ મારી સાથે પ્રેમ સબંધ બાંધ નહીતર જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી તેણી ગભરાઇને દૂધ ભરાવવા જતી રહી હતી.

જ્યાંથી પરત આવતી વખતે ગ્રામ પંચાયત આગળ અનીલ પરમાર અને ગામનો જયંતીભાઈ દોસાભાઇ ઠાકોર ગાડીમાં બેઠા હતા. જેમને ઠપકો આપવા જતાં ઉશ્કેરાઇ જઇ પ્રેમ સબંધ નહી બાંધે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે તેણીએ બંને સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.