વડોદરા રૂરલ ના ડેસર પોલીસ તાબા માં વિદેશી દારૂ ના જથ્થા સાથે ઝડપાયેલા "સંદેશ ન્યુઝ"ના ખેડા જિલ્લા ના સેવાલિયા ના પત્રકાર ઈશ્વર પરમાર વિવિધ બીજા હોદ્દાઓ પણ ધરાવતા હોવાનું બહાર આવ્યો છે !

ડેસર પોલીસ ના હાથે વિદેશી દારૂ ના જથ્થા સાથે ઝડપાયેલા "સંદેશ ન્યુઝ" ના પત્રકાર ખેડા જિલ્લા ઠાકોર સેના ના પ્રમુખ પદ પણ ધરાવે છે અને જિલ્લા માં મોટા ઉપાડે દારૂ અટકાવવા પ્રમુખ ની આગેવાની માં જનતા રેડો સહિત વિવિધ પગલાં ભરી દારૂ બંધ કરાવવાનું "સંદેશ" આપતા ખુદ ઠાકોર સેના ના ખેડા જિલ્લા પ્રમુખ જ દારૂ ના જથ્થા સાથે ઝડપાતા 'હાથી ના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા' તેમ હાસ્યાસ્પદ સ્થિતિ ઉભી થઇ છે !

આ સાથે દારૂ ના જથ્થા સાથે ઝડપાયેલા ઈશ્વર પરમાર સત્તાધારી પક્ષ ભાજપ ના "સક્રિય"સદસ્ય ની સાથે ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચા ના મંત્રી ની સાથે ઠાસરા ગળતેશ્વર તાલુકા ખરીદ વેચાણ સંઘ ના ડિરેક્ટર પણ હોવાનું બહાર આવી રહ્યું છે ! વિવિધ હોદ્દાઓ ધરાવતા ઈશ્વર પરમાર દારૂ ના જથ્થા સાથે ઝડપાતા પ્રમુખો સાથે તેમના ફોટાઓ વાયરલ થયા છે !