સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વેજલપુર પાસેથી વિદેશી દારૂ બિયરનો 6.71લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
સ્ટેટ મોનીટરીંગ સેલ ના પીએસઆઈ એ વી પટેલ અને તેઓનો સ્ટાફ રાજ્યમાં દારૂ જુગાર ની બદી અટકાવવા ખાનગી પેટ્રોલીંગ મા હતા ત્યારે તેઓને બાતમી મળી હતી કે એક સફેદ કલરની આઈ 20 કાર જીજે ૦૫ જેપી ૩૮૭૦ રાજસ્થાનથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને પૂનાવાડા બોર્ડર થઈને ગોધરા થી કાલોલ તરફ આવવાની છે જે આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પંચોની સાથે વેજલપુરના મહીસા તળાવ પાસે કાલોલ તરફ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી બાતમી મુજબની કાર ગોધરા તરફથી આવતા રોકવાનો પ્રયત્ન કરતા કલોલ તરફ ભાગી ગયેલ જેનો મોનિટરિંગ સેલ દ્વારા ખાનગી વાહનમાં પીછો કરતા બરિકેટ મા કાર અડી જતાં કાર ને નુકશાન થયુ હતુ. કાર ચાલક કાર મૂકીને નાસવા લાગેલો અને અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યો હતો. કારમાં તપાસ કરતા ડ્રાઇવર સીટ ની પાછળ સળંગ પાછલા દરવાજા સુધી કાળું કપડું ઢાંકેલું હતું જે કપડું ખસેડતા ભારતીય બનાવટના વિદેશી દારૂના તેમજ બિયર ના બોક્સ ભરેલા જોવા મળ્યા હતા પોલીસે તેની ગણતરી કરતા જૂદી જૂદી બ્રાન્ડ ના દારૂ બિયર ના બોટલ જેમકે (૧) બલેન્ડર ૭૫૦ મી.લી ૧૧ બોટલ રૂ ૯,૩૫૦/ (૨) એન્ટિકવિટી પ્રીમિયમ ૭૫૦ મી.લી ૧૨ બોટલ રૂ ૧૦,૨૦૦/ (૩) ઓલ સીઝન ૩૭૫ મી.લી ૪૮ બોટલ રૂ ૧૨,૦૦૦/ (૪) રોયલ સ્ટેગ ૩૭૫ મી.લી ૪૮ નંગ રૂ ૧૦,૨૭૨/(૫) રોયલ સ્ટેગ ૧૮૦ મી.લી ૪૮૦ નંગ રૂ ૪૮,૦૦૦/(૬) મેકડોનાલ્ડ વ્હિસ્કી ૧૮૦ મી.લી ૦૯ પેટી ૪૩૨ નંગ રૂ ૪૩,૨૦૦/(૭) મેજીક મોમેન્ટ્સ વોડકા ૭૫૦ મી.લી ૧૨ બોટલ રૂ ૪,૮૦૦/(૮) બ્લુ વ્હિસ્કી ૧૮૦ મી.લી કાચ બોટલ નંગ ૧૪૪ રૂ ૧૪,૪૦૦/ (૯) કિંગ ફિશર બિયર પેટી ૦૫ ૧૨૦ નંગ અને છુટા ૨૧ કુલ ૧૪૧ નંગ રૂ ૧૪,૧૦૦/ એમ કુલ મળીને દારૂબિયરના 1,328 બોટલ જેની કિંમત ₹1,66,322 તેમજ મોબાઇલ ફોન 5000 રૂપિયા કારની કિંમત પાંચ લાખ રૂપિયા કુલ મળી 6,71,322 નો મુદ્દામાલ કબજે કરી i20 નો ચાલક, આઈ ટ્વેન્ટી નો માલિક તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર અને દારૂનો જથ્થો મંગાવનાર સામે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જેની તપાસ પીએસઆઈ એસ એલ કામોલ દ્વારા શરૂ કરવામાં આવી છે.