ઠાસરા.ખેડા

ઠાસરા નાં મૂળિયાદ ગામે યુવકની હત્યાનો મામલો સામે આવ્યો 

મૂળિયાદ ગામના 21 વર્ષના યુવાન આકાશ મનુભાઈ રાઠોડ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવ્યો હુમલો 

ગામના જ એક યુવક દ્વારા હુમલો કરવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે 

રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં ગામના નવી નગરી વિસ્તાર માં આવેલ આગણવાડી પાસે બની ઘટના 

ઘાયલ યુવકને 108 મારફતે ડાકોર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો 

ડાકોર સરકારી હોસ્પિટલના તબીબો દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યું હતું.

મૃતદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાને લઈને મૃતક યુવક નાં પરિવાર માં ભારે શોક ની લાગણી વ્યાપી જવા પામી 

ઠાસરા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો.... 

રિપોર્ટર: અનવર સૈયદ ઠાસરા તાલુકા ખેડા ગુજરાત