કાલોલ નગર માથી પસાર થતા હાલોલ શામળાજી હાઇવે પર ઠેર ઠેર પાણી ભરેલા ખાડા પડી જવાથી સમગ્ર વાહન વ્યવહાર પ્રભાવીત થયો છે અને પરિણામે એક તરફ નો ટ્રાફીક જામ થઈ જતા છેલ્લા ચાર પાંચ દિવસ થી ટ્રાફીક જામ ને કારણે ભારે અવ્યવસ્થા સર્જાઇ છે અને નાના વાહનો કાલોલ શહેર ના રસ્તા ઉપર થી પસાર થઈ રહ્યા છે. હાલોલ શામળાજી હાઇવે નુ નિયંત્રણ કરતા અધિકારીઓની નિષ્કાળજી ને કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. કાલોલ પોલીસ દ્વારા ખાડા પૂરવા નોટીસ આપવા છતા પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.