અંઘાડી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે શિક્ષક દિન ઉજવાયો.
ગલતેશ્વર તાલુકાના ગામ અંઘાડી ખાતા આવેલ પગાર કેન્દ્રપ્રાથમિક શાળા નેપાલ પુરા ખાતે પાંચમી સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને શાળાના વિદ્યાર્થી શિક્ષકોએ અભ્યાસ કરાવી એક દિવસનું શિક્ષણ કાર્ય બાળકોએકર્યું હતું જેમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો શિક્ષકો બન્યા હતા જેમાં અલસીફા.યાસીનમીયા શેખ. પ્રિન્સિપાલ(આચાર્ય )બન્યા હતા અને જીશાનશાહદિવાન.વાઈસ પ્રિન્સિપાલ બન્યા હતા અને એક દિવસનું શાળાનું તમામ સંચાલન તેઓએ કર્યો હતો
શાળા ના મુખ્ય શિક્ષક શ્રીમતી રેણુકાબેન પટેલે. શાળાના શિક્ષક ભાનુમતિબેન. કે .અગ્રવાલ. અંબાલાલ.ડી. વણકર. પારુલ બેન. મિતેશકુમાર .એમ .મેઘા. પરેશભાઈ. સુભાષભાઈ. ઉષાબેન વગેરે શિક્ષક ભાઈ બહેનોએ વિદ્યાર્થીઓને પુષ્પગુંજઆપી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ સારી રીતે શિક્ષણ કાર્ય કરવા બદલ બાળકોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી
સમગ્ર શિક્ષણ કાર્ય નુ એક દિવસનુસંચાલન વિદ્યાર્થી પ્રિન્સિપાલ અલસિફા. યાસીનભાઇશેખ. અને તેમના સ્ટાફ ના વિદ્યાર્થી શિક્ષકોએ કર્યું હતું.
રિપોર્ટર: અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત.