અમીરગઢ બ્રેકિંગ..

અમીરગઢથી ત્રણ દિવસ અગાઉ ગુમ થયેલ યુવકની લાશ મળી આવી...

ત્રણ દિવસ અગાઉ ગુમ થયેલ યુવક બનાસ નદીમાં ડૂબ્યો હોવાની આશંકા લોકોએ વ્યક્ત કરી હતી...

આશંકા વ્યક્ત કરાતા તંત્ર દ્વારા ગત રાત્રે યુવકની શોધખોળ બનાસ નદીના ચેકડેમમાં હાથ ધરી હતી,જોકે રાત્રે અંધારું થઈ જતા આજે પુન: શોધખોળ હાથ ધરાઇ હતી...

શુક્રવારના સવારે અમીરગઢ TDO,મામલતદાર,પોલીસ તેમજ સ્થાનિક તરવૈયાઅને પાલનપુર ફાયર ટીમની મદદથી યુવકની લાશને સોધી કાઢી...

બનાસ નદીના ચેકડેમમાં તપાસ કરતા પાણીમાંથી આખરે લાલાભાઇ ઠાકોરનો મૃતદેહ મળી આવ્યો હતો..

મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી...

મૃતદેહ મળી આવતા અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે...

રિપોર્ટર: રિતિક સરગરા, અમીરગઢ