અમદાવાદ ના અલ્ટ્રા રનર ઉમંગ મનુભાઈ ચૌધરી (20 વર્ષ) અને અજય ગાયકવાડ (29 વર્ષ) એ આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી અનોખી રીતે કરી , તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ગાંધી આશ્રમ થી મહાત્મા મંદિર ત્યાંથી ફરી ગાંધી આશ્રમ 76 કિમિ ની મેરેથોન લગાવી. ને તેમની એ દોડ દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોચાવર કર્નાર શહીદો ને સમર્પિત કરી હતી . તેઓએ દોડ રાતે 10 વાગે ગાંધી આશ્રમ થી શરુ કરી હતી અને 75 કિમી કરવામાટે 8 કલાલ અને 33 મિનિટ નો સમય લિધો હતો. સાથે આજ ની યુવા પેઢી કોઈ વ્યસનો થી દૂર રહે અને શહીદો ની કુરબાની તે યાદ કરવા માટે પ્રયાસ કર્યો હતો. સાથો સાથ ગુજરાત ના વધુ ને વધુ યુવાનો પ્રોત્સાહિત થઈ ને દોડે અને ફિટ ઈન્ડિયા નુ સ્વપ્ન સાકાર તે માટેના પ્રયાસ હાથ ધાર્યા હટા . તેઓ છેલા 2 વર્ષ થી 15 ઓગસ્ટ એ 75 કિમી દોડી અને તેમની એ દોડ શહીદો ને સમર્પિત કરે છે.