ડીસા તાલુકાના વડાવળ ગામે સચિન ઉર્ફે બલી રમેશભાઇ વાઘેલાના ભાઇ યુવરાજને કાંતિજી લાલજી વાઘેલા સાથે બોલાચાલી થઇ હતી. આ અંગે કહેવા જતાં કાંતિજી વાઘેલા, યોગેશજી કાંતિજી વાઘેલા, જયેશજી કાંતિજી વાઘેલા, મુડેઠાનો કરણજી દિપાજી

 રાઠોડ અને નવઘણજી દિપાજી રાઠોડ ઉશ્કેરાઇ ગયા હતા. જેમણે તલવાર, ધારીયું તેમજ ધોકાથી હુમલો કરી સચિનને ગંભીર ઇજા પહોંચાડી હતી. જેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પાંચેય સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.