*ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત માતરના નદીકાંઠાના ગ્રામજનોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી*
સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે અને ઉપરવાસમાં ભારે વરસાદને લીધે નદીઓમાં પૂરની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે ખેડા જિલ્લામાં પણ શેઢી વાત્રક નદી કાંઠાના ગામડામાં પણ અતિવૃષ્ટિ અને સંભવિત પુરની પરિસ્થિતિને લીધે નિચાણવાળા વિસ્તારના ગ્રામજનોની હાલત કફોડી બની છે.
આ અસરગ્રસ્ત વિસ્તારો પૈકી ખેડા અને માતર તાલુકાના માતર, વાસણા રોડ પર તથા નદીકાંઠે વસતા ગ્રામજનોની ખેડાના સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણે મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અસરગ્રસ્તોને જરુર પડે સ્થળાંતર કરાવવા, કેશ-ડોલ રાહત આપવા અને ખેતીના સંભવિત નુકસાનને લઈ પાક વીમા યોજનાનો પણ લાભ મળી રહે એમ રાજ્ય સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ.
આ પ્રસંગે માતરના મામલતદાર શ્રી પુરોહિત, ખેતીવાડી અધિકારીશ્રી ડી.એચ.રબારી અને તંત્રના સ્થાનિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.