ડોલીવાસમાં મુસ્લિમ યુવાનો દ્વારા ધ્વજ વંદન કરી સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ.
76 માં સ્વતંત્ર પુર્વે દેશ પ્રેમ સાથે કૉમી એકતાની પણ મીસાલ ઝળકી.
સમગ્ર દેશમાં આજે આઝાદી 75 વર્ષ પુર્ણ કરી 76 માં સ્વતંત્ર દિવસની ઉજવણી હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાની આર્થિક નગરી ડીસા શહેરમાં આવેલ ડોલીવાસમાં પણ મુસલિમ યુવાનો દ્વારા ધ્વજ વંદનનો કાર્યક્રમ રાખી સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઇ હતી . જેમા મુખ્ય અતીથી તરીકે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઇ શ્રી એસ.એસ.રાણે ઉપસ્થિત રહ્યા હતા. જેઓના હસ્થે ધ્વજ વંદન કરી રાષ્ટ્ર ગીત ગાતા સમગ્ર વિસ્તારમાં રાષ્ટ્ર ભક્તિનો માહોલ છવાઇ ગયો હતો. ઉલ્લેખનિય છે કે સમગ્ર જાતીના યુવાનો એ સાથે મળી કૉમી એકતાની વર્ષો જુની પરંપરા પણ જોવા મળી હતી.