અલંગ સોસીયા શીપ બ્રેકિંગ યાર્ડના જુદા જુદા રાજ્યના હિન્દીભાસી મજૂરના બાળકોને ચાલુ વર્ષથી એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા વિના મૂલ્ય ધોરણ ૧ થી ૮ હિન્દી માધ્યમ સ્વામિનારાયણ ગુરુકુળ સોસીયા ખાતે ચાલુ કરેલ આ શૈક્ષણિક કાર્ય માટે બાળકો પાસેથી કે તેમના વાલી પાસેથી કોઈ જાતની ફી લેવામાં આવતી નથી વિના મૂલ્ય અભ્યાસ કરાવવામાં આવે છે તેમજ બાળકોને લાવવા લઈ જવા માટે પણ એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા બસની સુંદર વ્યવસ્થા કરેલી છે.
આજરોજ 15 મી ઓગસ્ટ રાષ્ટ્રીય તહેવાર આ હિન્દી બાળકોએ ભવ્યતાથી ઉજવ્યો હતો બસ આવા બાળકોને જરૂર છે આપણા બધાના માર્ગદર્શન . આગામી દિવસોમાં મજૂરના બાળકોને સારું શિક્ષણ મળી રહે તે હેતુથી સંસ્થા દ્વારા અભિયાન ચાલુ કરવામાં આવશે