આજ રોજ તળાજા તાલુકાના નાની માંડવાળી ગામે પ્રાથમિક શાળા અને ગામ પંચાયત દ્વારા ૭૮ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે માજી સરપંચ ભુપતભાઇ ગઢવી ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ 

તથા પ્રાથમિક શાળા ના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને બાળકો માટે બટુક ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી અને શિક્ષકો દ્વારા બાળકોને આઝાદી વિશે વક્તવ્ય આપવામા આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં શાળાના શિક્ષકો સ્ટાફ સાથે ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા