ધારી ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંપન્ન 

એક ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર સાકાર થયો છેઃ 

સામાજિક ન્યાય અને અધિકારીતા રાજયમંત્રીશ્રી અને 

અમરેલી જિલ્લા પ્રભારીમંત્રીશ્રી આર સી મકવાણા

વિકાસકાર્યો માટે રુ.૨૫ લાખની સહાયનો ચેક અર્પણ

અમરેલી, તા.૧૫ ઓગસ્ટ,૨૦૨૨ (સોમવાર) સામાજિક ન્યાય અને અધિકારીતા રાજયમંત્રીશ્રી અને અમરેલી જિલ્લા પ્રભારીમંત્રીશ્રી આર સી મકવાણાએ, ધારી ખાતે તિરંગો ફરકાવી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જોડાયા હતા.

મંત્રીશ્રીએ પરેડ નિરીક્ષણ કર્યુ હતુ. મંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓને સૂતરની આંટી પહેરાવી સન્માનિત કર્યા હતા. મંત્રીશ્રીએ કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાને વિકાસકાર્યો માટે રુ.૨૫ લાખની સહાયનો ચેક અર્પણ કર્યો હતો. 

જિલ્લા પ્રભારી મંત્રીશ્રી આર સી મકવાણાએ જણાવ્યુ કે, આઝાદી બાદ સ્વપ્નનું ભારત આકાર લઇ રહ્યું છે. એક ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર સાકાર થયો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિથી ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં વિકાસ થઈ રહ્યો છે. રાજયના વિકાસ અને પ્રત્યેક ગુજરાતીની પ્રગતિ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કટિબદ્ધ છે. કોરોનાની સ્થિતિને માત કરી પરિણામલક્ષી કાર્યોથી ગુજરાત આગળ વધી રહ્યું છે. કોરોનાની સ્થિતિમાં પણ કોઈ ભૂખ્યું ના રહે તેવી દરકાર પણ રાજ્ય સરકારે કરી છે. 

મંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કે, રાજ્ય સરકારે ૩ કરોડથી વધુ નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ આપ્યો છે. મોતિયો અને અંધત્વ મુક્ત ગુજરાત અભિગમ સાથે રાજ્યમાં આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. વાવણીથી વેચાણ સુધી રાજ્ય સરકાર ખેડૂતોની પડખે રહી છે. ખેડૂતની જમીન વધુ ફળદ્રુપ બને તે માટે રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને મહત્વ આપવામાં આવ્યું છે. ડ્રોનના નવતર પ્રયોગને રાજ્યમાં અમલી કરવામાં આવ્યો છે.

રાજ્યની નિર્ણયલક્ષી સરકારે વધુ ચેકડેમ બનાવી જળસિંચનનું ભગીરથ કાર્ય કર્યુ છે. પ્રત્યેક ઘરે નળથી જળ મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે, તેમ મંત્રીશ્રીએ વધુમાં કહ્યુ હતુ.

મંત્રીશ્રી મકવાણાએ જણાવ્યુ કે, રાજ્ય સરકારે સોલાર એનર્જીને મહત્વ આપ્યું. રાજ્યમાં નારી સશક્તિકરણ માટે કાર્યો અમલ કરવામાં આવ્યા છે. રાંધણગેસના નવા કનેક્શન આપવામાં આવ્યા છે. યુવાનોના કૌશલ્ય નિર્માણ થકી ગુજરાત મક્કમતાથી આગળ વધી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી વિષયનો, ધો.૧માં અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જિલ્લાના ગર્વ અપાવનારા રમતવીરો અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સહિતનાઓને મંત્રીશ્રી તથા મહાનુભાવોએ સન્માનિત કર્યા હતા.આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યુ હતુ.

સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આ કાર્યક્રમમાં કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડાશ્રી હિમકરસિંઘ, અધિક જિલ્લા કલેકટરશ્રી રવિન્દ્રસિંહ વાળા, ધારી પ્રાંત અધિકારીશ્રી સાસંદશ્રી નારણભાઇ કાછડીયા, ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઇ વેકરીયા, જિલ્લાની જુદી-જુદી કચેરીઓના વડા અને કર્મચારીશ્રીઓ, વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો અને નાગરિકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર..ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી