શ્રાવણ માસના બીજા સોમવાર અને સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત શહેરના મંદિરોમાં બેવડી ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત જુનાગઢ શહેરના જવાહર રોડ પર આવેલ મુખ્ય સ્વામિનારાયણ મંદિર ખાતે બિરાજમાન સિદ્ધેશ્વર મહાદેવ ને અનોખો ત્રિરંગી શણગાર કરવામાં આવ્યો છે તો આ ઉપરાંત શ્રાવણ માસના બીજા સોમવાર ઉપરાંત સ્વતંત્રય પર્વ ના બેવડા સમન્વય ને લઈ આજે જટાશંકર મહાદેવ મંદિર ખાતે વિશ્વ કલ્યાણ અને રાષ્ટ્ર ઉન્નતિના વિચારો સાથે શિવભક્તો અને સેવક ગણોની ઉપસ્થિતિમાં જટાશંકર મહાદેવ મંદિરનામહંત પૂર્ણાનંદ મહારાજ ગુરુ બાલાનંદ મહારાજના હસ્તે ધ્વજવંદન પણ કરવામાં આવ્યું હતું
જૂનાગઢમાં શ્રાવણીયા સોમવાર અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ભગવાન સિધેશ્વર મહાદેવ અને જટાશંકર મહાદેવને ત્રિરંગી શણગાર
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/08/nerity_1b44244837ef77510c4582c36891853f.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)