"ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે" ની ઉકિત ને યથાર્થ ઠેરવતા કાલોલ નગરમાં આવેલા ઇન્દિરા નગર વણજારા ફળિયામાં વણજારા સમાજ ના લોકો દર વર્ષે શ્રાવણ માસના ચોથના દિવસે ભાઈઓ પોતાની બહેનને ઝાડ પર હિંચકો બાંધી ઝુલાવે છે જેના કારણે ભાઈઓનું આરોગ્ય સારું રહે છે અને તેમના જીવનમાં પ્રગતિ થાય છે તેવી માન્યતા છે.આજે બહેનોએ ઝાડ પર હિંચકો બાંધી જુલા જુલ્યા હતા ભારત દેશ પ્રાદેશિક અને તેમાય વિવિધ તહેવારો મનાવે છે જે વિવિધતામાં એકતા છે.