બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગઈકાલે ડીસામાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે નંબર પ્લેટ વગરની એક્ટિવા લઈ જતા એક શખ્સને રોકાવી પૂછપરછ કરતા તેની પાસે એક્ટિવા ચોરીની હોવાનું કબુલાત કરતા પોલીસે તેની અટકાયત કરી હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી હકીકત આધારે ડીસા ગાયત્રી મંદીર પાસે રોડ ઉપરથી એક શંકાસ્પદ નંબર પ્લેટ વગરનું ગ્રે કલરના એક્ટિવા સાથે એક ઈસમને પકડ્યો હતો.
જેના કબ્જાના એક્ટિવાની તપાસ કરતા તેની આગળ-પાછળ આરટીઓ નંબરના હોવાથી એક્ટિવા ચાલક ભાયલાલ ઉર્ફે દડીયો માલાભાઈ પાસે એક્ટિવાના કાગળો માગતા પોતાની પાસે નહીં હોવાનુ જણાવી ગલ્લા તલ્લા કરતો હતો.
જેથી વધુ પુછપરછ કરતા આ એક્ટિવા આઠેક દિવસ અગાઉ ડીસા બેકરી કુવા વ્હોળામાંથી ચોરી કરેલાનું જણાવતા ડીસા શહેર ઉત્તર પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર થયો હતો. જે એક્ટિવાની કિં.રૂ. 15000 મુજબ કબ્જે કરી એક્ટિવાના ચાલકની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.