ભરૂચના વાલિયામાં કોંગ્રેસ કાર્યાલયમાં ઊંધો રાષ્ટ્રધ્વજ લગાવવા મામલે ભારે ચર્ચા ઉઠવા પામી હતી સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થતા ભારે દોડધામ મચી હતી.
વાલિયા તાલુકા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોએ રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકાવતા વિવાદ ઉભો થયો હતો.
આઝાદીના 75 માં સ્વતંત્ર પર્વની ઠેરઠેર ઉજવણી થઈ રહી છે અને તિરંગા યાત્રા સહિત અનેક વિધ કાર્યક્રમો યોજાઈ રહયા છે ત્યારે કોંગ્રેસ પક્ષના વાલિયા તાલુકા સમિતિના કાર્યકરોએ કાર્યાલય ઉપર ઊંધો રાષ્ટ્રધ્વજ ફરકાવતા વિવાદ ઉભો થવા પામ્યો છે.
આ ઊંધા રાષ્ટ્રધ્વજના ફોટા સોશ્યલ મીડિયામાંવાઈરલ થતા દોડધામ મચી હતી.
કોંગ્રેસ પક્ષના પ્રદેશના હોદ્દેદારોની ઝઘડીયા વિધાનસભાની મહત્વની બેઠક આ કાર્યાલયમાં રાખવામાં આવી હતી ત્યારેજ આ ઘટના બનતા ભારે ચર્ચાઓ ઉઠી હતી.