પાલનપુરની 20 વર્ષીય પરિણીતાનું શનિવારે હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોક છવાયો હતો. પરિણીતાને અચાનક ગભરામણ થતાં ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ બચાવી શકાઈ નહોતી.
પરિણીતાના મામા ગીરીશભાઈએ જણાવ્યું હતું કે, વડગામના પેપોળ ગામના 20 વર્ષીય કોમલબેન હરેશભાઈ પરમારના છ મહિના પહેલા જ આંબલીયાળ ગામના કરણકુમાર ધર્માભાઈ જગાણીયા સાથે લગ્ન થયા હતા. તેઓ પાલનપુરમાં ગણેશપુરામાં આવેલ શિવાલય સોસાયટીમાં રહેતા હતા. શનિવારે અચાનક ગભરામણ થવા લાગી હતી.
જેથી તેમને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં ડોક્ટરે બચાવવાના પૂરતા પ્રયત્નો કર્યા હતા. પરંતુ કોમલબેન બચાવી શક્યા ન હતા. કોમલબેનનું આકસ્મિક અવસાન થતા સાસરી તથા પિયર પક્ષમાં શોક છવાયો હતો.
આ અંગે પરિણીતાની સારવાર કરનાર ડો.ઉમંગ વૈષ્ણવે જણાવ્યું હતું કે,તેમનું બ્લડ પ્રેશર ડાઉન થઈ ગયેલું હતું. તેમને બચાવવાના પૂરતા પ્રયત્નો કર્યા હતા.એક વખત હાર્ટ ધબક્યા પછી 30 મિનિટ સુધી હાર્ટ ધબકયું ન હતું.