ડીસા-પાટણ હાઇવે પર અગરબત્તીની ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફડા-તફડી મચી જવા પામી હતી. ડીસા નગરપાલિકા સહિત ચંડીસર જીઆઇડીસીના ફાયર ફાઈટર આગ બુઝાવા આવી પહોંચ્યા હતા જોકે, બે કલાકની બાદ પણ આગ કાબુમાં આવી ન હતી.
ડીસા શહેરના ભોપાનગરની બાજુમાં આવેલી ભરતભાઈ કિશનલાલ ખત્રીની અગરબત્તીની ફેક્ટરીમાં શુક્રવારે મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. અગરબત્તીની ફેક્ટરી હોવાથી અંદર રો મટીરીયલ તેમજ અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આગ લાગતા ડીસા નગરપાલિકાનું ફાયર બ્રિગેડ આવી પહોંચ્યું હતું. જોકે, રસ્તો સાંકડો હોય ફાયર ફાઈટર ફેક્ટરી સુધી લઈ જવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ઉપરાંત ચંડીસર જીઆઇડીસીના ફાયર ફાઈટર પણ બોલાવવામાં આવ્યા હતા.બે કલાક સુધી આગ ઉપર કાબુ ન થવાથી આજુબાજુના લોકો પણ ભય ભીત થઈ ગયા હતા.
આગ લાગી ત્યારે ફેક્ટરીમાં કેટલા લોકો અત્યારે કામ કરતા હતા એની કોઈ પણ પ્રકારની જાણકારી મળી નથી. જ્યારે આગ ઉપર કાબુ મેળવવા માટે પૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જ્યારે આજુબાજુ ઘટનાસ્થળે પોલીસ ટીમ, 108 ટીમ પણ આવી પહોંચી હતી.