અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી એસ ઓ જી દ્વાર માદક પદાર્થ એવા એમ ડી ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે આરોપી ઝડપી પાડી 9 લાખ 75 હજારથી વધુનું ડ્રગ્સ કબ્જે લઇ આરોપીએ ક્યાંથી ક્યાં લઇ જવાનું હતું તે દીસામાં SOG એ તપાસ હાથ ધરી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
બનાસકાંઠા જીલ્લાની અતિસંવેદન શિલ ગણાતી અને ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવતી અમીરગઢ ચેકપોસ્ટ પરથી એસ ઓ જી એ માદક પદાર્થ ગણાતા એમ ડી ડ્રગ્સ સાથે મહિલા સહિત બે ઈસમોને પકડાયા છે.
બનાસકાંઠા એસ ઓ જીને મળતી બાતમી આધારે અમીરગઢ ચેકપોસ્ટ પર એલર્ટ થતાં રાજસ્થાન તરફથી આવતી એક હોન્ડા સિટી કારને રોકવી તેના સવાર એક મહિલા અને પુરૂષની પૂછપરછ કરતા તેઓ જવાબ આપવામા અટકતા પોલીસે તપાસ કરતા પકડાયેલ ઈસમના ખીસામાંથી એક કોથળી નીકળતા તેમાં એમ ડી ડ્રગ્સ મળી આવતા ત્રણેય ની SOG એ અટકાયત કરી હતી.
મહિલા સહીત બે ઈસમોને અમીરગઢ પોલીસ સ્ટેશનમાં લાવી કાર્યવાહી કરતા પકડાયેલ એમ ડી ડ્રગ્સ 97.5 ગ્રામ જેની કિંમત 9 લાખ 75 હજાર સહીત કુલ મુદ્દામાલ કબ્જે કરી આરોપી નીતિંન તુલસીરામ ભાટિ રહે, સાતખેડા તા ગરોઠ જી મંસોર મધ્યપ્રદેશ. સરોજ ધર્મેન્દ્ર ગોપાલજી સુથાર રહે લાંચ તા જીરણ જી, નીમચ મધ્યપ્રદેશવાળા ઉપર ગુનો નોંધી આગળની માદક પદાર્થ ક્યાંથી લાવી ગુજરાતમાં ક્યાં આપવાનો હતો તેની તપાસનો દોર ચલાવેલ છે.